લાઇફસ્ટાઇલ ડેસ્કઃ એક ટૂરિસ્ટ્સ માટે ભારતના પશ્ચિમ ભાગમાં વસેલા ગુજરાતમાં ઘણું બધું છે. આ સુંદર રાજ્ય પોતાના સ્થળ કલાકૃતિ અને સાંસ્કૃતિક વિવિધતા માટે દેશ સિવાય દુનિયાભરના ટૂરિસ્ટ્સને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. આજે તમને જણાવી રહ્યા છીએ, ગુજરાતના અત્યંત સુંદર ડેસ્ટિનેશન કચ્છના માંડવી શહેર વિશે. માંડવી કચ્છનું મુખ્ય બંદરગાહ છે એટલું જ નહીં, મુંબઇ અથા સુરત પહેલા તે ગુજરાતનું પ્રમુખ બંદરગાહ હતું. પૂર્વ આફ્રિકા, ફારસની ખાડી, માલાબાર તટ અને દક્ષિણ-પૂર્વ એશિયાથી જહાજ અહીં અરબ સાગરના આ બંદરગાહ પર આવતા હતા. કચ્છના રાજા ખેંગારજીએ સન 1574માં માંડવીની સ્થાપના બંદરગાહ શહેર તરીકે કરી હતી. માંડવી ઝડપથી વિકસિત ગુજરાતનું મહત્વપૂર્વ બંદરગાહ બની ગયું હતું.
માંડવીની સંસ્કૃતિ કચ્છની વાસ્તવિક સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે. વેપારી અને નાવિક અહીંના અગ્રણી રહેવાસીઓ છે. ઉલ્લેખનીય છે કે, માંડવીની સ્થાનિક રોટી જેને દાબેલી કહેવામાં આવે છે, આ શહેર દાબેલી માટે પ્રસિદ્ધ છે. દાબેલીની શોધ વર્ષ કેશવજી ગાભા ચુડાસમાએ કરી હતી.
ભદ્રેશ્વર મુન્દ્રા તાલુકાથી 32 કિમીના અંતરે આવેલું છે જે સમુદ્ર તટથી એક કિલોમીટરથી પણ ઓછા અંતરે આવેલું છે. આ ધાર્મિક મહત્વનું સ્થાન છે જેની ખાસ નોંધ લેવામાં આવી નહતી. ભદ્રેશ્વર ગુજરાતમાં સ્થિત જૈનોનું પ્રમુખ તીર્થસ્થળ છે. આ વાતનું કોઇ સ્પષ્ટ પ્રમાણ નથી કે તેની સ્થાપના ક્યારે થઇ હતી. એક માન્યતા અનુસાર પાર્શ્વનાથની વાસ્તવિક મૂર્તિ જે 500 વર્ષ જૂની છે, તે મુખ્ય મંદિરની આસપાસના 53 નાના મંદિરોમાંથી એક છે. મુખ્ય મંદિર સફેદ માર્બલથી બનેલું છે તથા અહીં શાનદાર સ્તંભ છે જે તેની સુંદરતામાં ઓર વધારો કરે છે.
ક્રાંતિ તીર્થ અથવા શ્યામજી કૃષ્ણા વર્મા મેમોરિયલ (સ્મારક) માંડવીથી 4 કિમીના અંતરે અરબ સાગરના સમુદ્ર તટની નજીક આવેલું છે. આ સ્મારકનો પાયો તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 ઓક્ટોબર 2009માં રાખી હતી. 56,318 વર્ગ ફૂટની આ સંરચનાને બનાવવામાં 14 મહિનાનો સમય લાગ્યો હતો. આ સ્મારક 13 ડિસેમ્બરના રોજ દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું. આ સ્મારક શ્રી શ્યામજી કૃષ્ણા વર્માના જીવન અને ભારતની સ્વતંત્રતામાં તેમના દ્વારા આપવામાં આવેલા યોગદાનની ઝલક પ્રસ્તૃત કરે છે. આ સ્મારકમાં સ્મૃતિ કલશમાં તેના સ્વતંત્રતા સંગ્રામ સેનાની અને તેમની પત્ની ભાનુમતિની અસ્થિઓ રાખવામાં આવી છે.
વિજય વિલાસ મહેલનું નિર્માણ સન 1929માં રાવ વિજયરાજજીએ કરાવ્યું હતું. રાજપુત શૈલીમાં બનેલો આ મહેલ એક શાનદાર સ્થળ છે, જેના મધ્યમાં એક ગુંબજ આવેલો છે. કિનારા પર બંગાળ ગુંબજ છે, રંગીન કાચની દિવાલો છે અને પત્થરની દિવાલો પર સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે. આ મહેલ બોલિવૂડની અનેક ફિલ્મો જેમ કે, 'લગાન' અને 'હમ દિલ દે ચૂકે સનમ'માં દર્શાવવામાં આવ્યો છે. આ મહેલનું નિર્માણ અલગ અલગ શહેરો જેવા કે, જયપુર, રાજસ્થાન, બંગાળ અને કચ્છથી આવેલા વાસ્તુકારો અને કારીગરોએ કર્યુ હતું.