Saturday, August 23, 2014

માંડવીઃ ભારતીય સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય છે કચ્છનું આ શહેર...


લાઇફસ્ટાઇલ ડેસ્કઃ એક ટૂરિસ્ટ્સ માટે ભારતના પશ્ચિમ ભાગમાં વસેલા ગુજરાતમાં ઘણું બધું છે. આ સુંદર રાજ્ય પોતાના સ્થળ કલાકૃતિ અને સાંસ્કૃતિક વિવિધતા માટે દેશ સિવાય દુનિયાભરના ટૂરિસ્ટ્સને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. આજે તમને જણાવી રહ્યા છીએ, ગુજરાતના અત્યંત સુંદર ડેસ્ટિનેશન કચ્છના માંડવી શહેર વિશે. માંડવી કચ્છનું મુખ્ય બંદરગાહ છે એટલું જ નહીં, મુંબઇ અથા સુરત પહેલા તે ગુજરાતનું પ્રમુખ બંદરગાહ હતું. પૂર્વ આફ્રિકા, ફારસની ખાડી, માલાબાર તટ અને દક્ષિણ-પૂર્વ એશિયાથી જહાજ અહીં અરબ સાગરના આ બંદરગાહ પર આવતા હતા. કચ્છના રાજા ખેંગારજીએ સન 1574માં માંડવીની સ્થાપના બંદરગાહ શહેર તરીકે કરી હતી. માંડવી ઝડપથી વિકસિત ગુજરાતનું મહત્વપૂર્વ બંદરગાહ બની ગયું હતું. 
માંડવીઃ ભારતીય સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય  છે કચ્છનું આ શહેર




ક્રાંતિ તીર્થ અથવા શ્યામજી કૃષ્ણા વર્મા મેમોરિયલ (સ્મારક) માંડવીથી 4 કિમીના અંતરે અરબ સાગરના સમુદ્ર તટની નજીક આવેલું છે. આ સ્મારકનો પાયો તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 ઓક્ટોબર 2009માં રાખી હતી. 56,318 વર્ગ ફૂટની આ સંરચનાને બનાવવામાં 14 મહિનાનો સમય લાગ્યો હતો. આ સ્મારક 13 ડિસેમ્બરના રોજ દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું. આ સ્મારક શ્રી શ્યામજી કૃષ્ણા વર્માના જીવન અને ભારતની સ્વતંત્રતામાં તેમના દ્વારા આપવામાં આવેલા યોગદાનની ઝલક પ્રસ્તૃત કરે છે. આ સ્મારકમાં સ્મૃતિ કલશમાં તેના સ્વતંત્રતા સંગ્રામ સેનાની અને તેમની પત્ની ભાનુમતિની અસ્થિઓ રાખવામાં આવી છે. 
માંડવીઃ ભારતીય સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય છે કચ્છનું આ શહેર